ક્યાં સુધી.....
આ દુનિયાની સ્ત્રીઓ ડર માં રહેશે??
શા માટે એવી બિહામણી રીતે પીછો કરીને પૂછવામાં આવે કે તારે આવવું છે..
શા માટે વર્ષો થી એ કારણ આપીને છૂટી જવાય છે કે છોકરી ના કપડા બરાબર પહેર્યાં નથી..
કેમ ક્યારેય પુરુષો ની આટલી ખરાબ નિયત ને વખોડવા વિચાર પણ આવતા નથી.
શું છોકરી હસી ને વાત કરે એને કેમ છોકરીને હકારત્મક સમજી ને એના પર જબરજસ્તી થાય છે.
શું કોઈ બાબતે સહમતી જરૂરિયાત લાગતી નથી.
જ્યારે પુરુષના અવતારને એક દિવ્ય સત્તા જ સાથે પેદા થયા છે જે કોઈ પણ સ્ત્રી ને મિલકત સમજી ને હક વગર જબરજસ્તી વાપરવાની જ વાત.
મહિલા દિન ત્યારે જ યોગ્ય ગણાય જ્યારે મહિલા પોતાને કોઈ પણ સ્થળે સુરક્ષિત માને. નહિ તો આ મારા તરફથી જે લોકોની આ બાબતમાં છોકરીઓ ના જ વાંક કાઢે છે તેમને મોટો તમાચો જ છે.
No comments:
Post a Comment